ગુજરાત રાજ્યસભા ચૂંટણી - 2020

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપાના રાજ્યસભા ચૂંટણીના ત્રણેય ઉમેદવાર શ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રીમતી રમીલાબેન બારા અને શ્રી નરહરિભાઇ અમીન ને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાવા બદલ ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓ વતી અભિનંદન પાઠવ્યા હતા. અમને વિજયનો સંપૂર્ણ વિશ્વાસ હતો. વિજયી ત્રણેય ઉમેદવાર રાજ્યસભાના સાંસદ તરીકે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશહિત માટેના મહત્વના નિર્ણયોમાં સહભાગી બની પોતાની જવાબદારીનું નિર્વહન કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ તેની આંતરિક ખેંચતાણ, તીવ્ર જૂથબંધી અને દિશાવિહિન નેતૃત્વ છે. ભાજપા ઉપર પાયાવિહોણા આક્ષેપ કરવાના સ્થાને કોંગ્રેસને પોતાની હારના કારણો અંગે આત્મચિંતન કરવાની આવશ્યકતા છે. #RajyaSabhaPolls #RajyaSabhaElection2020

Gandhinagar View more...