આવો, યોગ અપનાવીએ... જીવન સુખમય બનાવીએ. આજે જ્યારે સમસ્ત વિશ્વ કોરોના મહામારીમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે જીવે છે ત્યારે તેમાંથી બહાર આવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગા શ્રેષ્ઠ છે. વિશ્વ બંધુત્વનો ભાવ અને આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધનાએ બતાવ્યો છે. ભારતની આ પરંપરાને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ અપાવવા માટેના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ બિરદાવી હતી. આવો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતની આ અનમોલ આધ્યાત્મિક વિરાસતને અપનાવીએ. આત્મિક, સામાજિક, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. #MyLifeMyYoga #InternationalYogaDay #DoYogaBeatCorona
Gandhinagar View more...