મહાપ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા - 2020

“જય જગન્નાથ, જય રણછોડ” અષાઢી બીજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે ભક્તિમય માહોલમાં ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક સાથે મહાપ્રભુ શ્રી જગન્નાથજી ની મહાઆરતીનો લાભ લીધો. ભગવાન જગન્નાથજી ની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આપવા નીકળે છે, ત્યારે મહાપ્રભુ શ્રી જગન્નાથજી કોરોનારૂપી રાક્ષસનો નાશ કરે, સર્વત્ર સારો વરસાદ પડે, જનતાની સુખાકારી અને સમૃદ્ધ જીવનની કામના કરી હતી. આ સાથે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના પાવન રથને ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. #JaiJagannath #Rathyatra2020

Bhavnagar View more...