પ્રદેશ કોર કમિટીની બેઠક - ગાંધીનગર

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ ના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદારશ્રી એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જશ્રીઓ ની નિમણૂક કરવામાં આવી હતી.વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી કરશે. આ આઠ વિધાનસભા બેઠકો પૈકી અબડાસા વિધાનસભા બેઠક માટે મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી. પટેલ, લીંબડી બેઠક માટે મંત્રીશ્રી આર.સી. ફળદુ અને શ્રી નિતિનભાઈ ભારદ્વાજ, કરજણ બેઠક માટે મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા ડાંગ બેઠક માટે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને શ્રી પુર્ણેશભાઈ મોદી, કપરાડા વિધાનસભા બેઠક માટે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, મોરબી બેઠક માટે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા, ગઢડા બેઠક માટે મંત્રીશ્રી કુંવરજી બાવળીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા તથા ધારી બેઠક માટે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા) અને શ્રી ધનસુખભાઈ ભંડેરીને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Gandhinagar View more...