ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપાના લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં લોકસભા સીટના પ્રભારીશ્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ તથા સહઇન્ચાર્જશ્રીઓની બેઠક યોજાઈ.