ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં લોકસભા બેઠકોના નિરિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ રજુ કરી ઉમેદવારો માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી. રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.