ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપાના લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણી સંદભૅ 'પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠક' યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ-આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.