ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહની વેજલપુર વિધાનસભામાં લોક-સંપર્ક રેલી-ભવ્ય રોડશો યોજાયો. ઠેરઠેર હદયના ઉંડાણથી ઢોલ-ત્રાંસા-નગારા-ફૂલહાર-ફૂલની પાંદડીઓથી સાથે શ્રી અમિતભાઇ શાહને ભવ્ય વિજયના શુભાષીશ આપવા હજારોની સંખ્યામાં જનમેદનીના સ્વાગત અને કાર્યકર્તાઓના પ્રેમ અને ઉત્સાહથી સમગ્ર માહોલ ભાજપામય બન્યો હતો. જનતા-જર્નાદનના જોશ, ઉત્સાહ અને ઉમંગ જોઇ એકવાર ફરી મોદી સરકાર આવશે એવો આશાવાદ બંધાયો હતો.