આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ અને ઉત્તર ઝોનના જિલ્લાના પ્રભારીશ્રીઓ-પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાના પદાધિકારીઓ, અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ સહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરી કોરોના મહામારી અંતર્ગત માર્ગદર્શન આપ્યું. ભાજપા દ્વારા કરવામાં આવી રહેલ કોરોના સંબંધિત રાહતકાર્યની સમીક્ષા કરવા તેમજ સરળ વ્યવસ્થા ગોઠવવા તેમજ અસરકારક દેખરેખ રાખવા અને સચોટ સંદેશાવ્યવહાર માટે ટેક્નોલોજીનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે. કોરોના વાયરસ સામેની લડતમાં 'રાષ્ટ્રહિત સર્વોપરી' અને 'સેવા પરમો ધર્મ'ના મુળ વિચાર સાથે ભાજપા કાર્યકરો દ્વારા લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરીને હાઇજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને જે પ્રકારે મોટા પાયે જનસેવાના જે કાર્યો થઈ રહ્યા છે તે પ્રસંશાને પાત્ર છે. #FeedTheNeedy અંતર્ગત ભોજન-રાશનની કીટનું વિતરણ, #PMCARES માં ફાળો, #AarogyaSetuApp ડાઉનલોડ કરવી અને અન્ય નાગરિકોને કરાવવી તેમજ #WearFaceCoverstaysafe અંતર્ગત ઘરે બનાવવામાં આવેલા ફેસ કવર કે માસ્કનું વિતરણ સહિતની જે સેવાકીય પ્રવૃતિઓ ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે જેને માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. #IndiaFightsCorona #GujaratFightsCovid19