સૌ ભણે, સૌ આગળ વધે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શિક્ષણમાં તેમજ કન્યા કેળવણીમાં ગુજરાત રાજ્ય આગળ ધપે અને રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવવામાં આવ્યો હતો જેની 17મી શૃંખલાના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની આસજોલ પ્રાથમિક શાળા ખાતેથી વર્ષ 2022ના શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો. તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી Narendra Modi જી એ કંડારેલી કેડીને અનુસરતા આજે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.