ભાવનગરના આંગણે દેવી આરાધક સેવક સમુદાય દ્વારા ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે 'શક્તિ આરાધના ધર્મોત્સવ' ના નામે આયોજીત ત્રિવિધ કાર્યક્રમનો ગતરોજ સાક્ષી બન્યો. ધર્મ, આધ્યાત્મ, સાહિત્ય અને સંસ્કૃતિ ભારતની પુરાતન પરંપરાને ટકાવવાનું કાર્ય કરે છે. ભાવનગરના જાણીતા જ્યોતિષ શ્રી શૈલેષદાદા પંડિતે ૪૧ દિવસનો હોમાત્મક યજ્ઞ-અનુષ્ઠાન વિશ્વ શાંતિ અને સમાજ કલ્યાણ માટે કર્યો છે. આ વેળાએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિર અને યુવા લોકપ્રિય ગાયક પરેશદાન ગઢવીએ સુમધુર કંઠે સંતવાણી રજૂ ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તત્ત્વ અને સત્ત્વની સિવાય આટલાં બધાં લોકો અને સંતો એકઠાં થવા એ શુદ્ધ ઇચ્છાથી કરેલું કાર્ય હોય તો જ થતું હોય છે અને ઈશ્વરના આશીર્વાદ હોય તો જ સંમ્પન્ન થતું હોય છે ત્યારે અધર્મ, અનીતિ જીવનમાં ન આવે તેવાં આશીર્વાદ ઈશ્વર તરફથી આપણને સૌને મળે અને શૈલેષદાદાના યજ્ઞનું ફળ ભાવનગર અને વિશ્વને મળે તેવી મંગલ કામના કરું છું.