11 Nov 2019 | Mon
સંગઠન એજ મારી શક્તિ

"" મારા કાર્યકર્તા ને મળું એટલે મારો થાક ઉતરી જાય'"
          અથાગ પરિશ્રમ સંગઠન માં નાના માં નાના કાર્યકર્તા ના સ્નેહ ..પ્રેમ ...અને વિશ્વાસ એક અડગ નેતૃત્વ ને આજે ત્રણ વર્ષ સફળતાપૂર્વક ગુજરાતભર ના કાર્યકર્તા ના અને લોકો ની વચ્ચે રહી હૃદય માં ભાવભર્યું સ્થાન મેળવનાર આપણા જીતુભાઈ ને આજે પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી પ્રાપ્ત થયા ને પરિપૂર્ણ થયા...

        સદૈવ વિજય ગુજરાત ની કોઈ પણ  ચુંટણી હોયપ્રિપેડ પ્લાનિંગ થી પોતાના પ્રદેશ અધ્યક્ષકાળ સંભાળ્યા બાદ અત્યાર સુધી ની સદૈવ વીજય લક્ષ રાખી ને સંગઠન ની પોતાની સમગ્ર ગુજરાત ટીમ ને સાથે રાખી વિજય પ્રાપ્ત કરી એક પ્રકારે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું....

     એક વાત એ પણ છે શ્રી જીતુભાઈ એ પ્રદેશ અધ્યક્ષ પદભાર સંભાળ્યા બાદ 150 વર્ષ જુની કોંગ્રેસ ગુજરાત માં વેરવિખેર થઈ ગઈ સતત પરાજય અને સતાવિભોણી થયા બાદ શ્રી જીતુભાઈ અને સંગઠનશક્તિ સામે પરાસ્ત થઈ અત્યારે કોંગ્રેસ નેતૃત્વ વિનાની કોંગ્રેસ થઈ ગઈ...


     સતત કાર્યકર્તા લોકો ની વચ્ચે જઇ ને લોકો ની સુખાકારી ના નિર્ણયો હોય કે ગુજરાત માં આવી પડેલી કોઈ પણ નાની મોટી  હોનારત હોય સીધા ગ્રાઉન્ડ ઉપર પોહચવાની એક ઓળખાણ ઉભી કરનાર વિનમ્રતાપુર્વક લોકો ના પ્રશ્નો સાંભળી ને તાત્કાલિક નિરાકરણ કરવું એ પણ અલગ છાપ આપણા જીતુભાઈ માં એક અલગ રીતે છુપાયેલી છે....


     પ્રસંગ ની વાત કરીએ તો સુખ સારા પ્રસંગ માં તો હરેક વ્યક્તિ ઉભા રહે પણ દુઃખ ની ઘડી માં ઉભા રે તે સાચા મિત્ર સાચો લોકનાયક નેતા કહેવાય...

     ભાવેણા માં તો ઠીક પણ ગુજરાત આખા માં કોઈ પણ નાનો કાર્યકર કે સિનિયર કાર્યકર કે પોતાના મતવિસ્તાર નો ઝૂંપડપટી વિસ્તાર ના ઘરે આવી પડેલ દુઃખ હશે તો જીતુભાઈ પહેલા ત્યાં પોહચ્યા હશે...

   એક વિનમ્રતા સંગઠન એજ મારી શક્તિ સંગઠન ને સાથે રાખી ને ચાલનાર શ્રી જીતુભાઈ ગુજરાત સરકાર માં તેમજ રાષ્ટ્રીય સંગઠન માં માં પણ સિનિયર નેતા ઓ માં હ્ર્દય માં સ્થાન છે...

     ગુજરાત સંગઠન માં જ્યારે જ્યારે ચુંટણી હોય કે પછી કોઈ પણ જાહેર સભા હોય કે પછી નાના માં નાનો નિર્ણય કરવાનો હોય શ્રી જીતુભાઈ પ્રદેશ સંગઠન ના દરેક હોદેદારો ને સાથે રાખી ને પોતાના કરતા સિનિયર હોય તેમનું મારદર્શન લઈ ને હમેશા સફળતા પુર્વક દરેક કારકર્મો બેઠક હોય તે સફળતા પુર્વક પાર પાડ્યા છે....

       હમેશા હસતા વિનમ્ર અને કોઈ પણ કાર્યકર્તા હોય જરાપણ મોટાપણું નહીં રાખનાર આપણા શ્રી જીતુભાઈ ને માં ભગવતી હજું વધારે પ્રસિદ્ધિ આપે એવી પ્રાર્થના...