આજરોજ ૧૫૦મી ગાંધીજયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત પધારેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, પ્રદેશ હોદેદારશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ‘‘મહાત્મા ગાંધી અમર રહે’’ના નારા સાથે કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ‘‘માં નર્મદા નીર વધામણાં’’ પ્રસંગેના ગુજરાત પ્રવાસ બાદ આજે બાપુની જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ ઓછા સમયગાળામાં પુનઃ એકવાર ગુજરાત આવવાનો અવસર મળ્યો છે ત્યારે આપ સૌએ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યુ તે બદલ હું આપ સૌનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશતા જ એક પોતીકાપણાંની લાગણીનો અહેસાસ થાય છે. ગુજરાતની માટીએ વિશ્વને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા છે અને આજે પુજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ ગુજરાતની આ પવિત્ર ધરતીને નમન કરવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા, ભારતની સ્વીકૃતિ, ભારત અને ભારતીયો પ્રત્યે માન-સન્માન વધી રહ્યું છે, દુનિયા આજે ભારત તરફ ઉત્સુકતાથી જોઈ રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૪માં લોકસભા ચૂંટણીના ઐતિહાસિક વિજય બાદ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના પ્રથમ વક્તવ્યમાં ‘આંતરરાષ્ટ્રીય યોગા દિવસ’ની ઉજવણી માટે રજુ કરાયેલો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધુ દેશોના સમર્થન સાથે પારીત થવો એ ખૂબ જ પ્રસન્નતા અને ગૌરવની બાબત છે, જે ભારતના ૭૦ વર્ષના ઇતિહાસમાં બનેલી આ એક મહત્વપૂર્ણ ઘટના છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯માં દેશની જનતાજનાર્દનના આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા બાદ ‘યુનાઇટેડ નેશન’ ખાતે દુનિયાના વિવિધ દેશોના વડાઓ-પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો. દુનિયાનો દરેક દેશ આજે ભારતના મહત્વને સ્વીકૃતિ અને સમર્થન આપી રહ્યો છે. સમગ્ર વિશ્વના માનસમાં એક આશા છે કે, આગામી સમયમાં વિશ્વમાં જે સકારાત્મક પરિવર્તનની સંભાવના છે તેમાં સૌથી મોટી ભાગીદારી તથા મહત્વપૂર્વ યોગદાન ભારતનું હશે. ભારત પોતાના આદર્શો, વ્યવહાર, સંસ્કૃતિની સાથે-સાથે દુનિયાને સાથે લઇને ચાલવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશનમાં દુનિયાના અનેક દેશોના વરિષ્ઠ નેતાઓએ પોતાના વ્યાખ્યાનમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને સૌથી નવાઇની વાત એ હતી કે વિશ્વના ૧૫૦થી વધુ દેશોના ખ્યાતનામ કલાકારો કે જેઓ ગુજરાતી ભાષા જાણતા પણ નહોતા તેઓએ મહાત્મા ગાંધીજીના ‘‘વૈષ્ણવજન...’’ ભજનનો અર્થ સમજીને કંઠસ્થ જ નહીં પરંતુ હદયસ્થ કર્યુ છે. પૂજ્ય બાપુને સમગ્ર વિશ્વએ વિશિષ્ટ રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરી તે ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. ‘‘ગાંધી કલ ભી થે, આજ ભી હૈ ઔર ગાંધી કલ ભી રહેંગે’’ તેમ કહેતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, કોઈપણ સમસ્યાના સમાધાન માટે મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતોની મહેક આજની પેઢી માટે, આવનારી પેઢી માટે, સૌના માટે, એક અતિમહત્વપૂર્ણ ભાગ ભજવશે અને અનેરી સુવાસ પ્રસરાવશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગર્વની બાબત એ છે કે, યુનાઇટેડ નેશનમાં કરાયેલા વિવિધ વિષયોની ચર્ચામાં પૂજ્ય ગાંધીજી અને ભારતની જ ચર્ચા થઇ હતી. ‘‘પર્યાવરણ બચાવો’’ વિષયની ચર્ચામાં પણ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તો યુનિવર્સલ હેલ્થ કેર બાબતની ચર્ચામાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના ‘‘આયુષ્માન ભારત યોજના’’નો ઉલ્લેખ કરવામાં આવ્યો. યુનાઇટેડ નેશનમાં આતંકવાદ પર યોજાયેલ સેમીનાર કે જેનું સંચાલન મહંમદ પયગંબર સાહેબના સીધા વારસદાર જોર્ડનના રાજાએ કર્યુ હતુ ત્યારે ભારતની સાથે દુનિયાના અન્ય પ્રમુખ દેશો પણ આ સેમિનારમાં ઉપસ્થિત હતા. અત્રે નોંધપાત્ર છે કે, ભારતનો આતંકવાદ વિરોધી જે દ્રષ્ટિકોણ છે તેજ દૃષ્ટિકોણને મોહમ્મદ પયગંબરના વારસદાર જોર્ડનના રાજા દ્વારા વ્યક્ત કરવો તે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં હ્યુસ્ટન ખાતે યોજાયેલ ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમ બાદ તેઓ જ્યારે યુનાઇટેડ નેશન પહોંચ્યા ત્યારે, વિશ્વના અન્ય દેશોના વડાઓ તેમજ પ્રતિનિધિઓ ‘‘હાઉડી મોદી’’થી જ તેમની વાતચીતની શરૂઆત કરતા હતા. દુનિયાભરના પ્રત્યેક નેતાઓને ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમ વિશે જાણકારી હતી. પ્રધાનમંત્રીશ્રીએ હ્યુસ્ટન ખાતે યોજાયેલ ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા તમામ લોકો તથા વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરચો સંભાળનાર હ્યુસ્ટનના મેયરનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પનું ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાંબા સમય સુધી રોકાવવું એ ભારત અને ભારતીયો માટે એક પ્રસન્નતાનો વિષય છે. ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમના સમાપન બાદ સુરક્ષાની ચિંતા કર્યા સિવાય ‘‘વિક્ટરી લેપ’’ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકવાર પૂછવા માત્રથી સંમત થયા અને અમને બંનેને જનતાનું અભિવાદન ઝીલવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘હાઉડી મોદી’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પ, રિપબ્લિકન તેમજ ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે દુનિયામાં ભારતની શાખ અને તાકાત વધી રહી છે. ભારત જેટલું આગળ વધશે તેટલું વિદેશમાં વસતા ભારતીયોનું સન્માન વધશે. આજે વૈશ્વિક સ્તરે ભારતીય પાસપોર્ટનું મહત્વ અને તાકાત વધ્યા છે. ભારતના પાસપોર્ટ ધારક પ્રત્યે સમગ્ર વિશ્વ આજે સન્માનનો દ્રષ્ટિકોણ ધરાવતુ થયુ છે. વિ