મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની રાંતેજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવની 17મી શૃંખલાનો શુભારંભ કરાવી શાળાના 7 નવા ઓરડાઓનું લોકાર્પણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું. શિક્ષણના વિકાસ થકી ગુજરાતને એક નવી ઓળખ મળી છે. છેલ્લા 20 વર્ષમાં રાજ્યના વિકાસમાં અનેક આમૂલ પરિવર્તનો આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સથી 20 હજાર શાળાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પગલે ઉત્તમથી સર્વોત્તમ શિક્ષણનો માર્ગ ગુજરાતે પ્રશસ્ત કર્યો છે.