ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડાજીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તથા ગુજરાત ભાજપાના લોકસભા-રાજ્યસભાના સાંસદશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વિડીયો કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી સંતોષજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ભુપેન્દ્રજી યાદવે કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન ગુજરાત ભાજપા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી જનસેવાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડાજી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી સંતોષજીએ કોરોના મહામારીની આફતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલા સરાહનીય નિર્ણયો તથા સેવાકાર્યોને તંત્ર સાથે રહીને જનજન સુધી પહોંચાડવાની કરેલી સફળ કામગીરી અને જનસેવા બદલ ગુજરાત ભાજપાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડાજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના કાર્યકરોને કરેલા સંબોધનમાં જે ‘સપ્તપદી’નું સુચન કર્યું હતું. તે જનહિતના સાતે સાત કાર્યોમાં ગુજરાત ભાજપાના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉતમ કામગીરી અને પ્રજાના સહયોગને લીધે કોરોના સામેની લડાઈમાં આપણો વિજય નિશ્ચિત છે.પરંતુ હજુ આ લડાઈ પૂરી નથી થઇ તેથી સૌ કાર્યકરો જનજીવન થાળે ન પડે ત્યાં સુધી સોશિયલ ડીસટન્સ જાળવીને જરૂરિયાતમંદો માટે સેવાકાર્યો ચાલુ રાખે.આરોગ્ય સેતુ એપ વધુને વધુ ડાઉનલોડ થાય તે માટે ગુજરાત ભાજપાના તમામ સ્તરના કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ સારો પ્રચાર પ્રસાર કર્યો છે.પ્રધાનમંત્રી કેર્સ રાહત ફંડમાં પણ ગુજરાત ભાજપાના આગેવાનો-કાર્યકરોએ પોતે પણ ફાળો આપ્યો છે અને સમાજના હજારો લોકોને પ્રેરિત કર્યા છે જે દર્શાવે છે કે ભાજપાનો કાર્યકર દરેક સ્થિતિમાં પ્રજા સાથે જોડાયેલો રહે છે.જનસેવા એ જ સાચા કાર્યકરની ઓળખ છે. માસ્ક વિતરણ,ભૂખ્યાને ભોજન વગેરે જેવી અનેક બાબતોમાં ગુજરાત ભાજપાના કાર્યકરોએ ઉમદા કામગીરી કરી છે જે બીજા રાજ્યોના ભાજપા યુનિટ માટે પણ ઉદાહરણરૂપ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપા સંગઠનની કામગીરીને બિરદાવી બધાને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ ચાલુ છે. ભાજપા આગેવાનો તથા કાર્યકરો લોકડાઉનના સમય દરમિયાન પોતપોતાના વિસ્તારોમાં સોશિયલ ડીસટન્સ જાળવી ધૈર્ય અને સંયમથી ગરીબ તથા મજદૂરવર્ગના લોકોને જનજીવન થાળે પડે ત્યાં સુધી ધીરજ રાખવા અને જ્યાં આંશિક છૂટછાટ આપી છે ત્યાં ધંધા-રોજગારના સ્થળોએ પહોંચાડવામાં મદદ કરે તથા તંત્રને પુરતો સહયોગ આપી કેન્દ્રની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે કાળજી રાખે. કોરોનાની આફત સમયે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના સરાહનીય નિર્ણયો તથા પ્રજાહિતની કામગીરીને સફળતાપૂર્વક પ્રજા સુધી પહોંચાડવામાં ઉતમ સહયોગ તેમજ જનસેવાની ઉતમ કામગીરી બદલ કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપાના બુથ થી લઇ રાજ્યકક્ષાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવવા જણાવ્યું હતું.તે અંતર્ગત કેન્દ્રીય નેતૃત્વ વતી ગુજરાત ભાજપાના બુથ, મંડલ, જીલ્લા તથા પ્રદેશ સ્તરના કાર્યકરો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આગેવાનોના પરિશ્રમ અને સેવાભાવને વંદન કરી સૌને અભિનંદન પાઠવ્યાં હતા તેમજ કેન્દ્રીય આગેવાનોની અપીલને અનુસરતા આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખવા વિનંતી કરી હતી. #IndiaFightsCorona #GujaratFightsCovid19