"આપણું મૂલ્યવાન રક્તદાન બનશે, જરૂરિયાતમંદો માટે જીવનદાન" આદરણીય લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વવાળી NDA સરકારના સુશાસનના ૭ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે "સેવા હી સંગઠન" સપ્તાહ ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, કિસાન મોરચો અને લઘુમતી મોરચો દ્વારા લોકહિતાર્થે-લોકસેવાર્થે ભાવનગરના તખ્તેશ્વર ઝોન, ગૌરીશંકર ઝોન અને માર્કેટિંગ યાર્ડમાં આયોજિત 'રક્તદાન કેમ્પ'માં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી રક્તદાનના મહત્વ અંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ માનવીય કાર્યને બિરદાવ્યો હતો. રક્તદાન એ આજના યુગનું મહાદાન છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર અર્થે ઉદ્ભવતી રક્તની ત્વરિત જરૂરિયાત ઉપરાંત કટોકટીના સમયમાં પણ લોહીની ઉપલબ્ધતા એ જીવન રક્ષક હોઈ સૌ સ્વસ્થ નાગરિકોને "રક્તદાન કેમ્પ"માં નિયમિતપણે રક્તદાન કરવા અનુરોધ કરું છું. આ સેવાકીય કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ સૌ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.