આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઝોન મહામંત્રીશ્રીઓ તથા દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ઝોનના 4 જિલ્લા મળી રાજયના 20 જિલ્લાના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ-પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ સહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કોરોના સંબંધિત કામોની સમીક્ષા કરી સરળ વ્યવસ્થા માટે ટેક્નોલોજીનો સવિશેષ ઉપયોગ કરી અસરકારક દેખરેખ અને સંદેશાવ્યવહાર પર ભાર મૂકવાનું કહ્યું. વૈશ્વિક કોરોના વાયરસની આ મહામારીમાં 'રાષ્ટ્રહિત સર્વોપરી' અને 'સેવા પરમો ધર્મ'ના મુળ વિચાર સાથે ભાજપા કાર્યકરો દ્વારા લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરીને હાઇજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને #FeedTheNeedy અંતર્ગત ભોજન-રાશનની કીટનું વિતરણ, વિશ્વવ્યાપી કોરોનાવાયરસ ડિસીઝ કે તેના જેવી અન્ય મહામારીની પરિસ્થિતિમાં રાહત અને સારવાર કામગીરીને પહોંચી વળવા માટે રચિત #PMCARES માં ફાળો, કોરોના વાયરસની જીવલેણ બીમારીથી પોતાની અને બીજાની સુરક્ષા કરવા માટે તેમજ કોરોના સંક્રમિત વ્યક્તિથી સતર્ક રહેવા માટે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી #AarogyaSetuApp ડાઉનલોડ તેમજ #WearFaceCoverstaysafe અંતર્ગત ઘરે બનાવવામાં આવેલા ફેસ કવર કે માસ્કનું વિતરણ સહિતની જે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેને માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. #IndiaFightsCorona #GujaratFightsCovid19