ભાવનગરના નગરજનોની પરિવહન સુવિધામાં વધારો કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર નવનિર્મિત ડેપો–વર્કશોપનું ઈ લોકાર્પણ કર્યું. આ આધુનિક સગવડોથી સજ્જ નવીન બસ સ્ટેશન ભાવનગર અને આજુબાજુના યાત્રિકો માટે અવરજવર માટે આશીર્વાદરૂપ નીવડશે. આ અવસરે માન. મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયરશ્રી, ભાવનગર એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓ, નિગમના માન્ય યુનિયનનાં અગ્રણીશ્રીઓ, કર્મીઓ અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.