માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગરના મીની ઓડિટોરિયમ, સરદારનગર ખાતે રૂ. 255.61 કરોડના વિવિધ પ્રજાલક્ષી કામો જેવા કે શહેરની કાયાપલટ કરનાર પ્રથમ ફ્લાયઓવર બ્રિજ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1332 આવાસોનું ઈ-ખાતમુહૂર્ત, 15.23 કરોડના ખર્ચે રમણીય ગંગાજળિયા તળાવનું ડેવલપમેન્ટ તેમજ રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું.1 આ પ્રસંગે માન. મંત્રી સુ. શ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી મનહરભાઈ મોરી, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, કમિશ્નર શ્રી એમ. એ. ગાંધી સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. ભાવેણા નાગરિકોનું વર્ષો જૂનું સપનું એવા પ્રથમ ફ્લાયઓવર બ્રિજના કાર્ય માટે લગભગ રૂ. 116 કરોડના ખર્ચે થનારા શાસ્ત્રીનગરથી આર.ટી.ઓ. સર્કલ થઈ દેસાઈનગર પેટ્રોલ પમ્પ સુધી નવા બનનાર ફોરલેન ફ્લાયઓવર બ્રિજના કાર્યનું માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રીનગર અને જવેલર્સ સર્કલથી ફ્લાયઓવર પર ચડવા માટેના ટુ લેન એપ્રોચ રોડ, દેસાઈનગર પાસે ફ્લાઈઓવર બ્રિજ પર ચડતો-ઉતારતો એપ્રોચ રોડ, આર.ટી.ઓ. સર્કલ પાસે ઉતારતો એપ્રોચ રોડ, બ્રિજની બંને તરફ સ્વિપ રોડ અને સર્વિસ રોડ બનશે જેમાં શહેરમાં રોજિંદા બહાર જનાર કે બહારથી આવનારા દોઢ લાખ કરતા વધુ લોકોને અવરજવરમાં ટ્રાફિકથી મુક્તિ મળશે. લોકોને ઘરના ઘર માટેનું સ્વપ્ન પૂર્ણ કરવા વધુ 2 સ્કીમો અંતર્ગત 1330 મકાનોના કાર્યનું માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત અંતર્ગત ભવિષ્યમાં ભાવેણામાં લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે. માન. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ રમણીય ગંગાજળિયા તળાવના નવીનીકરણના ઈ-લોકાર્પણ બાદ મુલાકાત લીધી.