આગામી મકરસંક્રાંતિના પાવનકારી પર્વ પર "નિઃશુલ્ક પતંગ વિતરણ મહોત્સવ"નાં ત્રીજા દિવસે ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્થાનિક હોદ્દેદારશ્રીઓ, નગરસેવકશ્રીઓ અને આગેવાનશ્રીઓ સહ ભાવનગર પશ્ચિમ વિસ્તારના શાળા નં. ૮૦ - વિધાનગર, શાળા નં. ૮૩ - કાળીયાબીડ મારુતિ યોગાશ્રમ, શાળા નં. ૪૭ - મોતીબાગ, શાળા નં. ૪૨ - સીદીના તકીયા, શાળા નં. ૪૪,૪૫ વોશિંગઘાટના ભૂલકાઓને પતંગ અને બિસ્કિટ વિતરણ કર્યા. હર્ષોઉલ્લાસનાં આ ઉમંગકારી પર્વ પર ત્રીજા દિવસે પણ બાળકો સાથે જીવનનો અનેરો સમય વિતાવતા ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.