આજરોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન શ્રી હનુભાઇ ધોરાજીયાને વિધિવત્ રીતે ખેસ પહેરાવી ભાજપામાં સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે, શ્રી હનુભાઇ ધોરાજીયા પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી અને સામાજીક આગેવાન છે. વર્ષોથી તેઓ અનેક પ્રકારની સામાજીક સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સમગ્ર અમરેલી જીલ્લામાં તેઓ ખૂબ મોટી લોકચાહના ધરાવે છે. પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા શ્રી હનુભાઇ ધોરાજીયા સુરતના હિરાઉદ્યોગમાં પણ ખૂબ મોટી નામના ધરાવે છે. તેઓના ભાજપામાં જોડાવાથી ભાજપાની શક્તિમાં ઉમેરો થયો છે. શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, સમાજ પ્રત્યેની લાગણીથી તેઓ એક સમયે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા અને તેઓએ તન-મન-ધનથી કહેવાતા આંદોલનકારીઓને મદદ કરી હતી, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે સમાજના નામે આંદોલન કરનારાઓના અસલી ચહેરા ખુલ્લા પડતા સમાજને છેતરનારાઓનો સાથ છોડી તેઓ આજે ભાજપા સાથે જોડાયા છે. સમગ્ર ગુજરાત ભાજપા સંગઠન વતી શ્રી હનુભાઇનું ભાજપામાં હદયપૂર્વક સ્વાગત કરું છું.