પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં "ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સંસદીય સમિતિની બેઠક" યોજવામાં આવી. આ બેઠકમાં માન. કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, પુર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા સહિત માન. મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.