મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની રૂપપુરા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવની 17મી શૃંખલાનો શુભારંભ કરાવ્યો. શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2003થી ઉજવવામાં આવતા આ ઉત્સવથી રાજ્યમાં શિક્ષણના સ્તરમાં સર્વાંગી વિકાસ થયો છે. બાળકોના શાળા નામાંકન દરમાં વધારો થયો છે તો તેની સાથે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. કન્યા કેળવણીને રાજ્ય સરકાર દ્વારા મહત્વ અપાતા બાળકીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ પાછલા વર્ષોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિક્ષકોના ઉત્સાહ વર્ધન થકી સ્ટુડન્ટ-ટીચર્સ રેશિયો પણ ઘટ્યો છે.