આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી ૨૦૧૯ અંતર્ગત ખેરાલુ વિધાનસભા ભાજપા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ખેરાલુ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવારશ્રી અજમલજી ઠાકોરને જંગી બહુમતિથી વિજય અપાવવાની હાકલ કરી જનસભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે સાંસદશ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી નટુજી ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મહેસાણા જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ પટેલ સહિત જીલ્લા ભાજપા હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.