સુરતના વેસુ સ્થિત ડીએમડી પાર્ટી પ્લોટ ખાતે ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓફ ફોકલોર ફેસ્ટીવલ એન્ડ ફોક આર્ટસ ઇન્ડિયા, સુરતનું તાલ ગ્રુપ અને સોશિયલ ફેસના સંયુકત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના સુરતમાં પહેલીવાર આંતરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ અને આઈફેસ 2020 યોજાયું હતું. ફોટો કોમ્પ્યુનીટી ગૃપ દ્વારા સુરતના ફોટો મેન્સ ગેલેરીનું પ્રદર્શન તેમજ પેઈન્ટિંગ એક્ઝિબીશન પણ નિહાળ્યું હતું. સુરતની ધરતી પર આવીને પહેલીવાર વિદેશી કલાકારો દેશની સંસ્કૃતિ અને પારંપરિક નૃત્ય રજૂ કર્યા, જે સુરત અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમના માધ્યમથી શહેરના કલાકારોને મંચ મળશે તેમજ સુરતને કલ્ચર શહેર તરીકેની ઓળખ આપવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે ફોક ડાન્સ ફેસ્ટિવલનું પ્રતિનિધિત્વ કરી રહેલા તાલ ગ્રુપ અને તાલ ગ્રુપના ડિરેકટર કુતિકાબેન શાહને અભિનંદન પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ પાઠવ્યા હતા.