ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકસિત કુંભારવાડાની નેમ સાથે રૂ. ૧૦.૧૭ કરોડના ખર્ચે સીવર નેટવર્ક તથા પમ્પીંગ સ્ટેશન, રૂ. ૭.૮૨ કરોડના ખર્ચે ૯૦૦ મી.મી. પમ્પીંગ મેઈનનું લોકાર્પણ તેમજ ૧૫ લાખ લીટર ક્ષમતાની રૂ. ૪ કરોડના ખર્ચથી ઊંચી ટાંકીનું ખાતમુહુર્ત કર્યું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થ નેતૃત્વમાં ગ્રામ્ય વિકાસ થકી રાજ્ય અને દેશનો વિકાસ કરવો એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહી છે. સર્વસમાવેશક વિકાસ એ ભાજપા સરકારનો મૂળ મંત્ર રહ્યો છે. ભાજપાની વિકાસલક્ષી શાસનવ્યવસ્થાને લીધે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતની નગરપાલિકાઓ તેમજ ગામડાઓ આધુનિક માળખાકીય સુવિધાસભર બને તે માટેની અનેક યોજનાઓ કાર્યાન્વિત છે. સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોચાડવા ભાજપા સરકારની નેમ છે.