ગાંધીનગરનાં કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં 'પ્રદેશ આગેવાનશ્રીઓની બેઠક' યોજવામાં આવી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહિતના પ્રદેશ આગેવાનશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.