આજરોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના લોકપ્રતિનિધિ તરીકે કાળુભા રોડ પર આવેલાં કાર્યાલય ખાતે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. વર્ષોથી મારા કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. આ પ્રશ્નો સાંભળવાં સાથે મને શુભેચ્છકો અને શહેરીજનોને મળવાની પણ તક આ રીતે મળી છે તેનો મને આનંદ થયો.