આજરોજ સરકીટ હાઉસ, ભાવનગર ખાતે ગુજરાત પ્રદેશ પુર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમજ તેમની હાલની સ્થિતિ, પ્રગતિ અને વિવિધ બાબતો પર વિસ્તૃત માહિતી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર (બોરતળાવ)ને "સૌની યોજના" અંતર્ગત નર્મદાના પાણીથી ભરવાના કાર્યની માહિતી આપી હતી, આ સાથે ભાવનગરનો કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે સાથે ભાવનગર ત્રણ અલગ અલગ રુટો થી જોડાઈ રહ્યું છે તેની વિગતો, નેશનલ હાઇવે ભાવનગર અમદાવાદ, ભાવનગર સોમનાથ, ભાવનગર રાજકોટ સહિતના માર્ગોની ઝીણવટભરી વિગતો-માહિતી આજની પત્રકાર પરિષદમાં આપી હતી.