જીવન સંધ્યાએ દ્રઢ નિર્ધાર: ધન્ય છે ભાવેણુ... મારા ભાવનગર પશ્ચિમ વિધાનસભાનાં બોરતળાવ વોર્ડમાં વિકટ પરિસ્થિતિમાં પણ ગજબ ઉત્સાહ સાથે મત આપીને શતાયુ માજીએ અનોખી શીખ આપી છે. વૃદ્ધ અને અશક્ત મતદારો માટે આ વૃદ્ધ માજી પ્રેરણાસ્ત્રોત બન્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રજાતંત્રમાં જનતા સર્વ સત્તાધીશ છે. લોકશાહીની પવિત્ર ફરજ નિભાવવા તેમજ સમાજના સ્વર્ણિમ ભવિષ્યના નિર્માણમાં આપનો એક-એક મત લોકતંત્રના પાયાને સુદ્રઢ અને સશક્ત બનાવશે. ગુજરાત તેના વિકાસ અને ગૌરવ સાથે દેશ અને દુનિયામાં આવી જ રીતે ગરજતું રહે એ માટે સૌ મતદાતાએ જાગૃતતા દાખવી પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે. #GujaratLocalBodyPolls #LocalBodyElections2021 #GujaratLocalBodyElection