વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ તેમજ ભાવનગર જિલ્લા અને શહેરના સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ને મારા મતક્ષેત્ર ભાવનગર પશ્ચિમ વિધાનસભાની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ સ્થાનિક સ્તરે આરોગ્ય પરિક્ષણ, જરૂરતમંદોને મદદ સહાય, નિયમોના ચુસ્તપાલન અને રોગપ્રતિકારક શકિત વધારવાના આયામો સહિતની વ્યવસ્થાઓથી અવગત કર્યા હતા. આ વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા તેમજ અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વવ્યાપી કોવિડ-19 વાયરસના સંક્રમણની સ્થિતીમાં દેશવ્યાપી અને રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં આજથી તા. 20 એપ્રિલ, સોમવારથી ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં શરૂ થઈ રહ્યા છે ત્યારે ત્યાં પણ social distancing જળવાય તેમજ શ્રમિકોને કાર્યસ્થળે રહેવાનું-જમવાની વ્યવસ્થા જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી.