ગાંઘીનગર ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત #વીરાંજલી સમિતિ પ્રેરીત "વીરાંજલી કાર્યક્રમ" રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. જેમાં ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનાર અને સર્વોચ્ચ બલિદાન આપનાર વિસરાયેલા વીર શહીદોની વાતોને અને પ્રસંગોને માણવાનો અને અનુભવાનો અદ્ભુત અવસર મળ્યો. વિસરાયેલા વીર શહીદોની ભવ્ય ગાથાને સુંદર દિગ્દર્શન, ભારરૂપ સંવાદ અને રૂંવાડા ઊભા કરી દે એવા પિક્ચરાઇઝેશન રીતે પ્રસ્તુત કરી આજના યુવા ધન સુધી પહોંચાડવા બદલ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે તથા રંગમંચના કલાકારોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.